વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા: સ્ટેચ્યુ ઑફ યૂનિટી



     વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા: સ્ટેચ્યુ ઑફ યૂનિટી તૈયા





 કેવડિયા કોલોનીમાં સરદાસ સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી હવે તૈયાર છે. 2010ની 7મી ઓક્ટોબરના રોજ આ પ્રૉજેક્ટની ઘોષણા થઈ હતી અને 2014ની 31મી ઓક્ટોબરે નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. એ પછી રાતદિવસ સુધી ચાલેલી કામગીરીના પરિણામે માત્ર 48 મહિનામાં પ્રતિમા તૈયાર કરી દેવામાં આવી છે. જે ઝડપે તેનું નિર્માણ થયું એ પણ એક વિક્રમ છે. 182 મીટર ઊંચી પ્રતિમા 7 કિમી દૂરથી જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે, આ સ્ટેચ્યુ ઑફ યુનિટી પહેલા 120 મીટર ઊંચી ચીનની સ્પ્રિંગ બુદ્ધ પ્રતિમા તથા ન્યૂયોર્કની 90 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી આવતું હતુ. 7 કિમી દૂરથી દેખાતું આ સ્ટેચ્યૂ દેશના ગૌરવની ઓળખ છે.


માત્ર 60 મહિનામાં બનાવી વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ:
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણમાં 5 વર્ષ લાગ્યા, સૌથી ઓછા સમયમાં બનનારી આ સૌથી પહેલી પ્રતિમા છે, ચીનની સૌથી ઊંંચી પ્રતિમા 11 વર્ષમાં બની હતી. દુનિયાની સૌથી લાંબી ચીનના લેશાનમાં છે, બુદ્ધની 230 ફૂટ ઊંચી આ પ્રતિમાં 90 વર્ષમાં બની હતી.




6.5નો આંચકો, 220ની ઝડપે ફૂંકાતો પવન સહન કરશે:સ્ટેચ્યૂનું બાંધકામ એ પ્રમાણે કરવામાં આવ્યુ છે 6.5ની તીવ્રતાના ભૂકંપ તથા 220ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહિ થાય. આ પ્રતિમાનું સ્ટ્રકચર ભુંકપ વિરોધી ટેક્નોલોજીથી બનાવવામાં આ‌વ્યા છે.સરદારના સ્ટેચ્યૂના હૃદયમાંથી ડેમ-વેલી જોઈ શકાશે:સરદારની પ્રતિમામાં લિફ્ટની મદદથી પ્રવાસીઓ પ્રતિમામાં સરદારના હૃદયના ભાગે બનાવવામાં ગેલેરી સુધી જઈ શકશે. આ ગેલેરી એ રીતે બનાવવામાં આવી છે કે તેમાંથી લોકો સરદાર સરોવર બંધ તથા નર્મદાના તટે 17 કિમી લાંબી ફૂલોની વેલી નિહાળી શકશે. 





Comments

Post a Comment

Popular posts from this blog

Biggest Hindu Temple outside India : The Shri Swaminarayan Temple in Neasden, London, UK

બીપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ટોરોન્ટો